1 જુન 2023 સુધીમાં 6 વર્ષ પૂર્ણ નહીં થતાં હોય તો બગડશે બાળકનું વર્ષ, વાલીઓની શિક્ષણ વિભાગને આજીજી||1 जून 2023 तक 6 साल पूरे नहीं किए तो बिगड़ेगा बच्चे का साल, अभिभावकों ने शिक्षा विभाग से लगाई गुहार



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો
1 જુન 2023 સુધીમાં 6 વર્ષ પૂર્ણ નહીં થતાં હોય તો બગડશે બાળકનું વર્ષ, વાલીઓની શિક્ષણ વિભાગને આજીજી||1 जून 2023 तक 6 साल पूरे नहीं किए तो बिगड़ेगा बच्चे का साल, अभिभावकों ने शिक्षा विभाग से लगाई गुहार

આરટીઇના નિયમ મુજબ 1 જુન 2023 સુધીમાં છ વર્ષ પૂર્ણ થયા હોય તેવા જ વિદ્યાર્થીઓને ધોરણ 1માં પ્રવેશ આપવો એ અંગે શાળાઓને કરાયો છે આદેશ. આગામી નવા શૈક્ષણિક સત્રથી છ વર્ષની ઉંમર પૂર્ણ થઈ હોય તેવા જ વિદ્યાર્થીઓને ધોરણ 1માં પ્રવેશ આપવા આપવા આદેશ. નવા નિયમની અમલવારી કરાવવા તમામ શાળાઓને જાણ કરાતા, વિવાદ સર્જાયો.



The Chingari app has garnered a total of 1.1 crore downloads on Google Play store. Ever since the ban, the Indian TikTok alternative, has seen a sudden surge in numbers. The company notes that it reached a milestone of 30 lakh downloads in just 10 days and had even once saw about 500,000 downloads in just 72 hours.



આગામી નવા શૈક્ષણિક સત્રથી છ વર્ષની ઉંમર પૂર્ણ થઈ હોય તેવા જ વિદ્યાર્થીઓને ધોરણ 1માં પ્રવેશ આપવા માટે નિયમની અમલવારી કરાવવા તમામ શાળાઓને જાણ કરાતા, વિવાદ સર્જાય રહ્યો છે. આરટીઇના નિયમ મુજબ 1 જુન 2023 સુધીમાં છ વર્ષ પૂર્ણ થયા હોય તેવા જ વિદ્યાર્થીઓને ધોરણ 1માં પ્રવેશ આપવો એ અંગેની જાણકારી અગાઉથી જ તમામ શાળાઓને આપવામાં આવી હોવા છતાં કેટલાય વાલીઓની મુશ્કેલી વધી છે. નવા નિયમની અમલવારી માટે વર્ષ 2020 થી તમામ બાળકોને નર્સરીમાં પ્રવેશ આપતા સમયે પણ નવા નિયમ મુજબ જ પ્રવેશ ફાળવવા શિક્ષણ વિભાગે આદેશ કર્યો હતો.

જો કે શિક્ષણ વિભાગના આ આદેશથી અનેક વાલીઓ મુસીબતમાં મુકાયા છે. કેટલાક વાલીઓ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં ફરિયાદ કરી મદદની ગુહાર લગાવી રહ્યા છે. કેટલાક વિદ્યાર્થીઓ બે ચાર દિવસને કારણે ધોરણ 1માં પ્રવેશ ન મેળવી શકે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. જો આવા બાળકોને પ્રવેશ ધોરણ 1માં નાં આપવામાં આવે તો બાળકોને ફરી સિનિયર કેજીમાં અભ્યાસ કરવો પડે તેવી સ્થિતિ સર્જાશે. વાલીઓએ માંગ કરી છે કે, 6 વર્ષ પૂરા થવામાં જો ગણતરીના દિવસો ખૂટતા હોય તો આગામી નવા સત્ર પૂરતી છૂટ આપવામાં આવે. 1 જૂન 2023 સુધી 6 વર્ષ પૂરા થતા હોય એ અંગેના નિર્ણયમાં રાહત આપી વાલીઓ અને વિદ્યાર્થીઓનું વર્ષ ના બગડે એ અંગે શિક્ષણ વિભાગ વિચારે.

જો કે 1 જૂન 2023 સુધીમાં 6 વર્ષ પૂર્ણ થયા હોય તો જ ધોરણ 1માં વિદ્યાર્થીને પ્રવેશ આપવાના નિર્ણય અંગે અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણાધિકારી આર. એમ. ચૌધરીએ કહ્યું કે, નવા નિયમની અમલવારી કડકપણે કરવા તમામ શાળાઓને જાણ કરી છે. જો કે આ નિર્ણય અંગે વર્ષ 2020માં તમામ નર્સરી શાળાઓમાં જાણ કરાઇ હતી અને હવે તબક્કાવાર ધોરણ 1માં નિર્ણયની અમલવારી કરાશે. વાલીઓ અમને કેટલાક દિવસ રાહત આપવા અંગે રજૂઆત કરી રહ્યા છે પંરતુ આ નિર્ણય શિક્ષણ વિભાગ તરફથી લેવામાં આવ્યો છે એટલે તેની અમલવારી શિક્ષણ વિભાગના આદેશ મુજબ કરવી જરૂરી છે. વાલીઓ તરફથી મળતી ફરિયાદો અંગે અમે શિક્ષણ વિભાગનું ધ્યાન દોર્યું છે. જો શિક્ષણ વિભાગ કોઈપણ પ્રકારની છૂટછાટ આપશે તો વાલીઓના હિતમાં તેની પણ અમલવારી કરાવીશું.

हालांकि शिक्षा विभाग के इस आदेश ने कई अभिभावकों को परेशानी में डाल दिया है. कुछ अभिभावक जिला शिक्षा अधिकारी कार्यालय में शिकायत कर मदद की गुहार लगा रहे हैं। ऐसी स्थिति निर्मित की जा रही है कि दो-चार दिन के कारण कुछ छात्रों को कक्षा एक में प्रवेश नहीं मिल पा रहा है। ऐसे बच्चों को कक्षा 1 में प्रवेश नहीं दिया गया तो स्थिति यह बनेगी कि बच्चों को फिर से सीनियर केजी में पढ़ना पड़ेगा। अभिभावकों ने मांग की है कि 6 साल पूरे होने में अगर मतगणना के दिन छूट गए हैं तो अगले नए सत्र में पर्याप्त रियायत दी जाए. शिक्षा विभाग को सोचना चाहिए कि 1 जून 2023 तक 6 साल पूरे होने वाले फैसले में राहत देकर अभिभावकों और छात्रों का साल खराब न हो जाए।

हालांकि, अहमदाबाद जिला शिक्षा अधिकारी आर. इस तरह। चौधरी ने कहा कि सभी स्कूलों को नए नियम को सख्ती से लागू करने की सूचना दे दी गई है। हालांकि इस फैसले की जानकारी सभी नर्सरी स्कूलों में वर्ष 2020 में दी गई थी और अब इस फैसले को चरणबद्ध तरीके से कक्षा 1 में लागू किया जाएगा। अभिभावक हमें कुछ दिनों की राहत दे रहे हैं लेकिन यह निर्णय शिक्षा विभाग ने लिया है इसलिए शिक्षा विभाग के आदेश के अनुसार इसे लागू करना होगा। हमने अभिभावकों से प्राप्त शिकायतों के संबंध में शिक्षा विभाग का ध्यान आकर्षित किया है। अगर शिक्षा विभाग किसी तरह की छूट देता है तो हम अभिभावकों के हित में इसे लागू करेंगे।

અત્યાર સુધીમાં પાંચ વર્ષ પૂર્ણ થયેથી ધો.1 માં પ્રવેશ અપાતો જે નવા નિયમ મુજબ છ વર્ષ પૂર્ણ થયે અપાશે: પ્રારંભિક બાળ શિક્ષા અભ્યાસક્રમનો પ્રથમ પાંચ વર્ષના તબકકામાં પાયાના શિક્ષણના ત્રણ વર્ષ અને ધો. 1-ર નો સમાવેશ કરાયો છે.

પાયાના શિક્ષણમાં વાંચન – ગણન અને લેખનની કચાશ વર્ષોથી ચાલી આવે છે તેમાં નવા સત્રથી અમલવારી થતાં સુધારો જોવા મળશે: બાળકોના 4 થી 6 વર્ષનો આ ગાળો અતિ મહત્વનો હોવાી બાળ મનોવિજ્ઞાન ઢબે તેનો વિકાસ જરૂરી: શાળાના શિક્ષકોને આ બાબતે સજજ થવા તાલિમ જરૂરી

પ્રારંભિક બાળ શિક્ષા અભ્યાસક્રમમાં પ્રથમ પાંચ વર્ષના ગાળામાં ધોરણ એક – બે ને બાદ કરતાં પ્રથમ ત્રણ વર્ષ હવે આ બુનિયાદી શિક્ષણ માટે નવી શિક્ષણ નીતિમાં રાખેલ છે. બાળકોને આ ગાળા દરમ્યાન લખતા – વાંચતા અને ગણન કરતાં આવડી જાય તો ધો. 1 – 2 માં તકલીફ ઓછી પડે છે. આપણે ત્યાં સરકારી શાળા કરતાં ખાનગી શાળાનું તંત્ર, શિક્ષકો, છાત્રોની સંખ્યા વિશાળ હોવાથી અમલવારીમાં અને મોનીટરીંગમાં ઘણી મુશ્કેલી પડે છે, જ કે સમગ્ર શિક્ષણ અભિયાન (જ જ અ) નાં ર્વોડવાઇઝ સી.આર.સી. સિસ્ટમમાં તેને આવરી લેવાયા હોવાથી હવે તમામ કાર્યો થવા લાગ્યા છે.

બંધારણમાં જોગવાઇ હોવા છતાં હજારો બાળકો શાળામાં પ્રવેશ નથી મેળવતા અને તેના માટે આપણે પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણી મહોત્સવ જેવા કાર્યક્રમો કરવા પડે છે. ધો.1 માં પ્રવેશ મેળવ્યા બાદ ધો. 8 સુધી છાત્રો ટકતા ન હોવાથી ડ્રોપ આઉટની સમસ્યા પણ જોવા મળે છે. આના નિવારણ માટે તેનો સર્વે કરીને જ ઝ ઙના વર્ગો ચલાવાય છે. શાળાઓમાં પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં જ આપવાનો નિયમ હોવા છતાં આજે ઘણી શાળા અંગ્રેજી માઘ્યમની ગુજરાતી શિખડાવતી નથી. અર્લી ચાઇલ્ડ એજયુકેશનનો સૌથી મહત્વ માતૃભાષાના શિક્ષણ સાથે અન્ય ભાષા હિન્દી, અંગ્રેજીનો શ્રવણ- કથનનો મહાવરો કરાવવાથી ધો. 1 – ર બાદ બાળકને આપો આપ આ સપોટીંગ ભાષા આવડી જશે.

આપણાં જુના માળખા 10 + 2 ને બદલે હવે 5+ 3 + 3+4 થી નવી વ્યવસ્થા નવી શિક્ષણ નીતિમાં કરાઇ છે. જેનો અમલ જુન-2023 થી શરુ થવા જઇ રહ્યો છે. શિક્ષણમાં પ્રાથમિક બાળ કાળજી સૌથી અગત્યની છે. હવે પ્લે સ્કુલ કે પ્રિ-સ્કુલ સામેલ કરાશે જે આજે ખાનગી શાળાઓ સુધી મર્યાદીત રહેલ છે. હવેનું શિક્ષણ માળખુ 3 થી 18 વર્ષ રહેશે. પ્રથમ ત્રણ વર્ષ આંગણવાડી, બાળ વાટીકા કે પૂર્વ પ્રાથમિક શાળાના ગણાશે જેનો વય કક્ષા ગાળો 3 થી 6 વર્ષ હશે.

બાળકોને મગનનો 85 ટકા વિકાસ 6 વર્ષની ઉંમર સુધીમાં થઇ જાય છે. તેના યોગ્ય વિકાસ અને શારીરિક વૃઘ્ધી માટે પણ શરુઆતનાં છ વર્ષ મહત્વનાં છે. આ ગાળામાં મૂળાક્ષરો, ભાષા, સંખ્યા, ગણતરી, રંગ, અટકારો, વિવિધ રમતો, ઉખાણા, ચિત્રકલા, હસ્તકલા, નાટક કે કઠપૂતણી, સંગીતકલા તથા અન્ય પ્રવૃતિ માટે પ્રારંભિક બાળ શિક્ષાના પાંચ વર્ષના તબકકામાં પ્રથમ ત્રણ વર્ષ આ માટે જ હોવાથી તેને ધો. 1 – ર માં તકલીફ પડશે નહીં.

અભ્યાસક્રમમાં આ તબકકાને 0 થી 3 વર્ષના બાળકો માટે અને 3 થી 8 વર્ષના બાળકો માટે જેમાં 3 થી 8 વર્ષ અલી ચાઇલ્ડ એજયુકેશનનો ગાળો ગણાશે. પાંચ વર્ષથી ઓછી વયના તમામ બાળકો પૂર્વ પ્રાથમિક વર્ગ કે બાલવાટીકામાં અભ્યાસ કરશે. આ સિસ્ટમ ધો. 1 પહેલાની રહેશે. આજના યુગમાં મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન સાથે લેખન – વાંચન અને ગણનની તાતી જરુરીયાત હોવાથી હવે આ બાબતે સૌ એ જાગવાની જરુર છે. આપણાં દેશમાં પાંચ કરોડથી વધુ બાળકો આજે પણ મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન ધરાવતાં ન હોવાથી તે લેખન – વાંચન કે ગણન કરી શકતાં નથી.

બાળકોના પ્રારંભિક શિક્ષણ ગાળાનો નવી શિક્ષણ નીતિમાં વિશેષ મહત્વ

શિક્ષણમાં બાળકોનો પ્રારંભથગી પાયો મજબૂત થવો જોઇએ ફાઉન્ડેશન જેટલું સબળ તેટલી જ ઇમારત મજબૂત બને છે અને તેથી જ નવી શિક્ષણ નીતિમાં પ્રારંભિક શિક્ષણને વિશેષ મહત્વ અપાયું છે. સરકાર આ બાબતે વિશેષ કાળજી લેતી હોવાથી આ સિસ્ટમ માટેના શિક્ષકો તૈયાર કરવા એક વર્ષનો ડિપ્લોમાં કોર્ષ શરુ કરશે. પ્રારંભિક ફાઉન્ડેશન કોર્ષમાં પણ વિદ્યાર્થીઓ વાંચન – લેખન અને ગણન કૌશલ્યો મૂળભૂત રીતે સબળ બને એ અનિવાર્ય શરત હશે. આ અભ્યાસક્રમનું વાર્ષિક માળખુ શિક્ષકોને પ્રથમ થી જ આપી દેવાશે અને તે રીતે જ કાર્ય કરવું પડશે. 3 થી 8 વર્ષના તમામ બાળકોને ગુણવત્તા સભર, તમામ ભૌતિક સુવિધા સાથે અદ્યતન ટેકનોલોજીના માઘ્યમથી શ્રેષ્ઠ શિક્ષણ મળશે.



Post a Comment

Previous Post Next Post