Jantri Rate 2023: જંત્રી એટલે શું, જંત્રીના દર ક્યાંથી જાણવા મળે; દસ્તાવેજમાં જંત્રીનુ કેટલું હોય છે મહત્ત્વ? જાણો જંત્રી વિશે તમામ માહિતી



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો
Jantri Rate 2023: નવા જંત્રી દર ૨૦૨૩: રાજ્ય સરકાર દ્વાર જંત્રી સર્વેની કામગીરી કરવામા આવી હતી. ત્યારે રાજ્ય સરકાર દ્વારા જંત્રીમાં બમણો વધારો કરવામાં આવ્યો છે. 11 વર્ષ બાદ રાજ્યમાં નવી જંત્રી અમલમાં આવશે. તા. ૬ ફેબ્રુઆરી ૨૦૨૩ થી રાજ્યમાં નવી જંત્રીનો દર અમલ થશે. ચાલો ત્યારે આજે જાણીએ કે આ જંત્રી શું છે ? જંત્રીના દર કઇ રીતે નક્કી કરવામ આવે છે ? અને જિલ્લવાઇઝ નવા જંંત્રીના દર શું છે ?

જંત્રી એટલે શું?


Jantri Rate 2023
  1. Ahmedabad Jantri rate 2023
  2. Rajkot Jantri rate 2023
  3. Gandhinagar Jantri rate 2023
  4. Vadodra Jantri rate 2023
  5. Surat Jantri rate 2023
  6. Jamnagar Jantri rate 2023
જંત્રી એટલે જમીન કે કોઇ પણ પ્રોપર્ટીના ખરીદ વેચાણ માટે નો સરકાર દ્વારા નિર્ધારીત કરવામાં લઘુતમ ભાવ છે. જો તમારો વેચાણ દસ્તાવેજ તે વિસ્તારની નક્કી કરેલી જંત્રી ના દર કરતાં વધુ હશે તો જ સરકારી ચોપડે તમારી તે મિલકતના માલિક તરીકે નોંધણી થશે. તે એક લીગલી પુરાવો છે, જે નિશ્ચિત સમય વચ્ચે જમીન કે મિલકતનો દર દર્શાવે છે. જંત્રીના ભાવથી પ્રોપર્ટીનો દસ્તાવેજ કરતી વખતે કેટલી સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવવી પડશે અને કેટલો રજિસ્ટ્રેશન ચાર્જ ચૂકવવો લાગશે તે નક્કી કરવામાં મદદ મળે છે. જંત્રીને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. ગુજરાતમાં આપણે જંત્રી કહીએ છીએ, તેને અન્ય રાજ્યોમાં સર્કલ રેટ અથવા રેડી રેકનર તરીકે પણ ઓળખવામાં આવે છે

જંત્રીના દર કોણ નક્કી કરે છે?

ગુજરાત સરકાર દ્વારા નિયમિત સમયાંતરે વિવિધ વિસ્તારો માટે અલગ અલગ જંત્રીના દર નક્કી કરવામાં આવે છે. જમીન અને પ્રોપર્ટીની બજાર કિંમતના આધારે નિયમિત સમયે સરકાર દ્વારા સમીક્ષા કરવામાં આવે છે અને તેના આધારે જંત્રીના દર નક્કી થાય છે.
  • Banaskantha Jantri rate 2023
  • Mahesana Jantri rate 2023
  • Junagadh Jantri rate 2023
  • Bhavnagar Jantri rate 2023
  • kutch Jantri rate 2023
જંત્રીનું શું મહત્વ છે ?

જંત્રીનો ઉપયોગ ઘણી જગ્યાએ કરવામાં આવે છે. જંત્રીના કેટલક ઉપયોગો નીચે દર્શાવેલા છે.બેંકમાથી લોન લેવા માટે જંત્રી ના દર ઉપયોગી છે.
  • લોન ક્રેડિટનો સમયગાળો વધારવા માટે જંત્રી ઉપયોગી છે.
  • કોન્ટ્રાક્ટર તરીકે રજીસ્ટર કરવા માટે જંત્રીના દર ઉપયોગી છે
  • , ઇનકમ ટેક્સ ફાઈલ કરવા માટે, વિઝા મેળવવા માટે, આવકવેરા કે કેપિટલ ગેઇનના ફાઈલિંગ માટે પણ તેનો ઉપયોગ થાય છે.
  • જો તમે કોઇ પ્રોપર્ટી ખરીદી રહ્યા હો તો તમારે દસ્તાવેજ કેટલાનો કરવો પડશે તેની આગોતરી માહિતી મેળવવી જરૂરી છે.

કેવી રીતે નક્કી થાય છે જંત્રીનો રેટ

જંત્રી ના દર નક્કી કરવા માટે વિવિધ પરિબળોને ધ્યાને લેવામાં આવે છે. જેમકે, જમીન અને મિલકતનો પ્રકાર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને લોકાલિટીને આધાર બનાવીને જંત્રીનો દર નક્કી કરવામાં આવે છે. આ સિવાય પ્રોપર્ટીની બજાર કિંમત પણ જંત્રીના દર નક્કે કરવા માટે મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પ્રોપર્ટીની માર્કેટ વેલ્યુ જેટલી વધારે હશે, જંત્રીનો રેટ પણ તેટલો વધારે હોવાની શ્કયતા રહેલી છે. જો રહેણાંક હેતુ માટે વપરાતી સંપત્તિ ના જંત્રીના દર રેટ ઓછો હોય છે જ્યારે ધંધાકીય સંપત્તિ માટે જંત્રીનો રેટ વધારે હોય છે. એટલે કે, ફ્લેટ, પ્લોટ, ઓફિસ સ્પેસ અને ઔદ્યોગિક વસાહતના જંત્રીના રેટ અલગ-અલગ હોય છે. જો આસપાસ શોપિંગ કોમ્પ્લેક્સ કે મોલ હોય, સારા રોડ-રસ્તા હોય, હોસ્પિટલ, સ્કૂલ, બાગબગીચા જેવી સવલતો હોય તેવા વિસ્તારનો જંત્રી રેટ ઊંચો હોય છે.
જંત્રીના દર ક્યાથી જાણી શકાય ?

કઇ વેબસાઇટ પરથી જંત્રી ના દર જાણી શકાય.

(1) garvi gujarat

ગરવી ગુજરાતની ઓફીસીયલ વેબસાઇટ garvi.gujarat.gov.in ખોલો અને જંત્રી પર ક્લીક કરો. ત્યાર બાદ એક નવું પેજ ખુલશે જેમાં તમારે જિલ્લો, તાલુકો, ગામ, જમીનનો પ્રકાર અને સર્વે નંબરની વિગતો ભરવાની રહેશે. ત્યારબાદ Show Jantri પર ક્લીક કરવાથી જંત્રીની વિગતો મળી જશે.

(2) revenuedepartment

જંત્રીના દર જોવા માટે બીજો વિકલ્પ છે, મહેસુલ વિભાગની વેબસાઈટ. revenuedepartment.gujarat.gov.in. અહીં તમે jantari પર ક્લિક કરશો, એટલે ગુજરાતનો નકશો ખુલશે, જેમાં તમારે જિલ્લો, તાલુકો, ગામ, જમીનનો પ્રકાર અને સર્વે નંબર વગેરે પસંદ કરવાનો રહેશે. અહીં તમને ગુજરાત સરકાર દ્વારા પ્રમાણિત જંત્રી ના દર મળી જશે.

(3) ઈ-ધરા કેન્દ્ર

જંત્રીના દર મેળવવા માટે ત્રીજો વિકલ્પ છે ઈ-ધરા કેન્દ્ર. તમે તાલુકા મામલતદારની કચેરીમાં આવેલી ઈ-ધરા કેન્દ્રની મુલાકાત લઈને પણ જંત્રીના દર મેળવી શકો છો. તમારે ઈ-ધરા કેન્દ્રમાં જઈને ઓપરેટરને અરજી સાથે જરૂરી ડોકયુમેંટ આપવાના રહેશે. તમારે અરજીની સાથે સાથે નામ, સરનામું, પિતાનું નામ, આધાર કાર્ડ, મોબાઈલ નંબર, ઇ-મેલ આઇડી અને જમીન સાથેનો સંબંધ જેવી ડીટેલ આપવી પડશે.

Back Pain Relief Exercises can help you reduce your back pain and giving you a good posture to you back, it contains a reminder that you can program it to remind you every day to wake up doing you workout your training program, it contains proven exercises by doctors. So what you are waiting for download it now and relief you back pain.

Gadar film નો વિડિયો જોવા અહી ક્લીક કરો

જમીનની વિગતોમાં સર્વે નંબર, જમીનનું સરનામું, જમીન માપન અને એકમ જેવી વિગતો આપવી પડશે. તમારી અરજીની મળતાની સાથે જ ફિલ્ડ સર્વેની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. સર્વે પછી અરજી કરનારને તેની માહિતી આપવામાં આવશે.

IMPORTANT LINK

જંત્રી દર વધારા અંગે ઠરાવ તા.૪-૨-૨૦૨૩ અહિંં ક્લીક કરો

Post a Comment

Previous Post Next Post